ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં પોતાનું ત્રીજું બજેટ રજૂ કર્યું હતું આ પ્રસંગે વાપી થી વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ,ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન , સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ ભારતીય જનતા પાર્ટી વાપી અને પારડી વિધાન સભા ના સંગઠનના સભ્યો અને કાર્યકર્તા મિત્રો. ઉપસ્થિત રહ્યા હતા .
ગુજરાત સરકારના નાણાં મંત્રી અને શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા આજરોજ ત્રીજીવાર વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું તે પ્રસંગે વાપી તથા આસપાસના વિસ્તાર ના ઉદ્યોગપતિ મિત્રો અને અગ્રણી એ એમને શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વાપી શહેરના પ્રમુખ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ સતિષભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડ ના ધારા સભ્ય ભરતભાઈ પટેલ, વીઆઇએના એડવાઈઝરી બોર્ડના સભ્ય યોગેશભાઈ કાબરીયા , વાપી ના અગ્રણી મિલનભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ અગ્રણી સિરિશ દેસાઈ , ઈશ્વરભાઈ બારી તેમજ વાપી શહેર સંગઠનના મહામંત્રી વિરાજ ભાઈ દક્ષિણી , સાઉથ ઝોનના આઇટીના ઇન્ચાર્જ પારસભાઈ દેસાઈ , વાપી નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મિતેશભાઇ દેસાઈ, વાપી તાલુકા સંગઠન અધ્યક્ષ સુરેશભાઈ પટેલ સાથે હેમલભાઈ શાહ , વિપુલભાઈ રાજપુત ,વસંતભાઈ પરમાર, દેવેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણી કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ સભ્યોએ વિધાનસભા ગૃહમાં બજેટ નિહાળ્યું હતું
