વાપીની આસપાસ વિસ્તરણથી લોકોને ફાયદો થશે, હવે એમબીના અભ્યાસ માટે દૂર નહીં જવું પડે
હવે એમબીનો અભ્યાસ કરનારાઓ માટે સરળ બનશે.
૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ G- Hub સુરત ખાતે ઇકોનોમિકસ રીજન્ટ જી – હબ ઇવેન્ટના ઇકોનોમિકસ માસ્ટર પ્લાનનું આયોજન થયું હતું.જેમાં દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ,વાપી અને Commissionerate Of Technical Education Dept. Goverment Of Gujarat વચ્ચે *M.B.A* . કોર્ષના MOU સાઈન કરવામાં આવ્યા હતા

આ G- Hub ઇવેન્ટમાં ડૉ. પંકજ મિત્તલ ( સેક્રેટરી જનરલ,AIU), શ્રી બંચાનિધિ પાની ( કમિશનર ઑફ ટેકનિકલ એજયુકેશન, ગાંધીનગર) પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા તથા આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટના ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેકટર ડૉ.મિત્તલ શાહ, ઇન્ચાર્જ પ્રિ. ડૉ શિતલ ગાંધી અને HOD ડૉ. પ્રિન્સી ઠાકુર ઉપસ્થિત રહયા હતા.કોલેજની આ સિદ્ધિ બદલ ચેરમેન મિલન દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા.
