
500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ વાપી અને વલસાડથી આસ્થા ટ્રેન ઉપડી ત્યારે ભગવાન રામલલાના દર્શન કરવા આતુર તમામ ભક્તોમાં આનંદની કોઈ સીમા રહી ન હતી.ભગવાન શ્રી રામ લલ્લા ભારતનું સાંસ્કૃતિક પ્રતીક બની જતાં જ દેશભરમાં અલગ-અલગ સ્થળોએથી અયોધ્યાને કનેક્ટિવિટી આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતના વલસાડ જિલ્લાના બે મુખ્ય સ્ટેશનો વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશનો પરથી આજે પ્રથમ આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

ભગવાન રામ લાલાના દર્શન કરવા આતુર તમામ ભક્તોની આતુરતા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. ટ્રેન ઉપડી કે તરત જ આખું સંકુલ ઉપસ્થિત ભીડે જય શ્રી રામના નારાથી ગૂંજી ઊઠ્યું.

અયોધ્યા પ્રભુ શ્રી રામલલ્લાજી દર્શનાર્થે વાપી અને વલસાડ રેલવે સ્ટેશન થી મોટી સંખ્યામાં ભક્તો “અયોધ્યા દર્શન” “આસ્થા સ્પેશીયલ ટ્રેન” મારફતે રવાના થયા
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય સી.આર.પાટીલજી,પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉત્તરપ્રદેશ ના અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજી ના મંદિરે રામલલ્લાજી દર્શને વાપી,વલસાડ,વ્યારા ખાતે થી ભક્તો મોટી સંખ્યામાં “અયોઘ્યા દર્શન” “આસ્થા સ્પેશિયલ ટ્રેન” મારફતે રવાના થયા હતા,વાપી અને વલસાડ રેલવે સ્ટેશન ખાતે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .

જેમાં વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ,જિલ્લા ભાજપ ના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ દ્વારા ટ્રેન ને વાપી રેલવે સ્ટેશન ખાતે થી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ તબક્કે વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, વાપી નગરપાલિકા ના પ્રમુખ કાશ્મીરાબેન શાહ,પાલિકા કારોબારી ચેરમેન મિતેશભાઈ,જિલ્લા ભાજપ આઈ.ટી. ઇન્ચાર્જ અને પારડી રેલવે સ્ટેશન કન્સલટેટિવ કમિટી ના સભ્ય ધ્રુવીનભાઈ પટેલ,સોશિય મીડીયા ના જિલ્લા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ પટેલ, દેસાઈ વિવિધ મંડળ ના હોદેદારો,વિવિધ મોરચાના કાર્યકર્તાઓ,રેલવે વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા*

વલસાડ રેલવે સ્ટેશન ખાતે થી ટ્રેન ને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા ,વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ,જિલ્લા ભાજપ ના મહામંત્રીઓ મહેન્દ્રભાઈ ચૌધરી, કમલેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ મનહરભાઈ પટેલ દ્વારા ટ્રેન ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું .
આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ ના ખજાનચી અને વલસાડ રેલવે સ્ટેશન કન્સલટેટિવ કમિટી ના સભ્ય કૌશિકભાઈ માકડીયા,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન ભરતભાઇ જાદવ, વલસાડ જિલ્લા ભાજપ ના મીડીયા કન્વીનર અને વલસાડ રેલવે સ્ટેશન કન્સલટેટિવ કમિટી ના સભ્ય દિવ્યેશ કૈલાશનાથ પાંડે, અમિશભાઈ પટેલ,વલસાડ શહેર ભાજપ મહામંત્રી ધર્મીનભાઈ શાહ, વિવિધ મંડળ,મોરચાના હોદેદારો,રેલવે વિભાગ ના અધીકારીઓ, મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા
