જાગરણ સમાચાર બ્યુરો, વલસાડ
ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ/ડાંગ લોકસભા બેઠક “મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય” નું શુભારંભ કરાયો

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટી ના સી.આર.પાટીલજી,પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ/ડાંગ લોકસભા બેઠક ના “મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય” નું શુભઆરંભ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે, ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને વલસાડ જિલ્લાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ, વલસાડ લોકસભા બેઠકના ઇન્ચાર્જ કરસનભાઈ ટીલવા, સંયોજક ગણેશભાઈ બિરારી,વલસાડ ડાંગ ના સંસદસભ્ય ડો.કે.સી.પટેલ,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ મનહરભાઈ પટેલ ની વિશેષ ઉપસ્તીથી માં સ્ટેલર ઝોન અબ્રામા ખાતે કરવામાં આવ્યું હતું કાર્યાલય શુભઆરંભ પ્રસંગે વલસાડ તીથલ શ્રી સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે.પી. નડા ના હસ્તે ગાંધીનગર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું શુભારંભ કરવામાં આવ્યું હતું આ તકકે ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના લાખો કાર્યકર્તાના માર્ગદર્શક પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા, સી. આર.પાટીલ જી દ્વારા સમગ્ર ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ઉપર એક સાથે એક જ સમયે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું શુભઆરંભ કરી ગુજરાત ભાજપ સંગઠન ને એક વધુ આગવી ઓળખ આપી છે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા દ્વારા વર્ચ્યુઅલી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય માં ઉપસ્થિત સહુ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આવનારી લોકસભાની ચૂંટણીઓમાં સતત ત્રીજી વખત હેટ્રિક કરી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ૫ લાખ થી વધુ ના મતોની લીડ થી જીતાડવા તમામ કાર્યકર્તાઓને અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી.

વલસાડ શહેરના અબ્રામા સ્ટેલર ઝોન બિલ્ડીંગ ખાતે ભારતીય જનતા પાર્ટી વલસાડ/ડાંગ લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શુભઆરંભ પ્રસંગે ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ ગાંવીત, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ગણપતભાઈ માહલા, ડાંગ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હરિરામભાઈ સાવંત, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ગુજરાત પ્રદેશ એસ.ટી. મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન ના હોદેદારો,વિવિધ મંડળના હોદ્દેદારો, જિલ્લા,તાલુકા પંચાયત,નગરપાલિકા ના સભ્યો,શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો જિલ્લા મીડિયા,સોશિયલ મીડિયા, આઈ.ટી.ના કન્વીનરો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

